ગુજરાત

gujarat

ETV Bharat / videos

Gujarat election: આર્મીની પાંચ કંપનીઓના ભાવનગરમાં ધામા - Gujarat election

By

Published : Nov 3, 2022, 11:41 AM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

ભાવનગરમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે ચૂંટણીની તારીખો પણ ટૂંક જ સમયમાં જાહેર થવાની છે જેને લઇને ચૂંટણીને લઈને ભાવનગર શહેરમાં કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈને આર્મીની પાંચ બટાલીયન (Five battalions of the Army at Bhavnaga) ભાવનગર ખાતે આવી પહોંચી છે. ભાવનગર શહેરમાં કુંભારવાડા ઘોઘા રોડ સહિતના વિસ્તારોમાં આર્મીની પાંચ કંપનીઓ પોલીસ અધિકારીઓ સાથે ફ્લેગમાર્ચ કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી ખૂબ જ નજીકમાં છે. ચૂંટણીની તારીખો પણ ટૂંક જ સમયમાં જાહેર થવા જઈ રહી છે. તેવામાં ભાવનગર શહેરમાં આર્મીની પાંચ કંપનીઓએ પડાવ નાખી દીધો છે. ભાવનગર શહેરમાં આજથી જ ઇલેક્શન સંદર્ભને લઈને ભાવનગર પોલીસ અધિકારીઓ સાથે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી. આગામી વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે . ત્યારે હવે તંત્ર દ્વારા તમામ સ્તરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈ ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં આર્મીની ટૂકડીને તૈનાત કરી દેવામાં આવી છે. જેના પગલે શહેરના કુંભારવાડા વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. ત્યાર બાદ આજ સાંજથી શહેરના હલુરિયા ચોક સહિતના વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવનાર છે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details