13,319 મતદાન મથક પર લાઈવ વેબકાસ્ટિંગ, ચૂંટણી પંચની સીધી નજર
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાનું મતદાન 14 જિલ્લાના 93 બેઠકો પર યોજાઈ રહ્યું છે. સવારે 8:00 કલાકે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે આજે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીય મતદાન કર્યા બાદ સીધા કમાન્ડ એન્ડ કંટ્રોલ (Second phase polling 2022) ખાતે પહોંચ્યા હતા. જ્યાં બીજા તબક્કાના 13,319 મતદાન મથકોનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવી રહ્યું છે. લાઈવ કાસ્ટિંગ થઈ રહેલા મતદાન (Live webcasting in Gandhinagar) મથકમાં જો કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાય તો સીધી ગાંધીનગરથી તે સમસ્યાઓનું નિવારણ થઈ શકે છે. જ્યારે ચૂંટણી પંચ દ્વારા 14 જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે તૈયાર કરાયેલ સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં 49થી વધુ કર્મચારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST