ઘોડે સવાર થઈ રજવાડી ઠાઠ સાથે કોંગ્રેસના ઉમેદવારે ભર્યું ફોર્મ
પાટણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે પોતાના સમર્થકો અને આગેવાનો સાથે ભવ્ય રોડ શો યોજી મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર શુભ મુહૂર્તમાં ભર્યું હતું. આ બેઠક પર કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત બીજી વખત શિક્ષિત અને એક્ટિવ કિરીટ પટેલને (Patan assembly seat) ટિકિટ આપી છે. જેને લઇ તેમના સમર્થકો અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ડો. કિરીટ પટેલે ઉમેદવારી (Patan Assembly Candidate) પત્ર ભર્યા પહેલા શહેરના પ્રગતિ મેદાન ખાતે જાહેર સભા સંબોધી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સભા પૂર્ણ થયા બાદ ઘોડા ઉપર સવાર થઈ કિરીટ પટેલ રજવાડી ઠાઠ સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા. માર્ગમાં આવતી તમામ મહાનુભાવોની પ્રતિમાઓને ફુલહાર પહેરાવી કિરીટ પટેલ ફોર્મ ભરવા નીકળ્યા હતા. તો વિવિધ માર્ગો પર કિરીટ પટેલનું વેપારીઓ અને લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કિરીટ પટેલે (Kirit Patel in Patan) જણાવ્યું હતું કે, પાટણ મત વિસ્તારના લોકો સ્વયંભૂ રીતે મારી સાથે જોડાયા છે. જેથી આ ચૂંટણીમાં 50,000 મતોથી જીત મેળવીશ તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST