ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગાંધીનગરથી મતદાન પર ચાંપતી નજર, 13000 મતદાન મથકો પર ચૂંટણી પંચની ત્રીજી આંખ શું કરી રહી છે જાણો - Gujarat Assembly Election 2022

By

Published : Dec 1, 2022, 12:21 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) ના પ્રથમ તબક્કાના મતદાન(First Phase Election 2022 ) માં 19 જિલ્લાની 89 બેઠક ઉપર મતદાન પ્રક્રિયા આજે પહેલી ડીસેમ્બરે સવારના 8 કલાકથી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ મતદાન પ્રક્રિયાનું મોનિટરિંગ ( Monitoring of voting process) ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર (Vidhya Samiksha Kendra ) થી થઇ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં પ્રથમ તબક્કાના 26,000 મતદાન મથકોમાંથી 50 ટકા મતદાન મથકો એટલે કે 13,000 જેટલા મતદાનમાં મથકો ઉપર લાઈવ સ્ટ્રીમિંગ (Live Streaming )કરવામાં આવી રહ્યું છે. જો મતદાન મથકમાં કોઈપણ પ્રકારની સમસ્યા જણાય આવે તો તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ પણ કરવામાં આવે છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ગાંધીનગરથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છની 89 બેઠક ઉપર મતદાનની ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details