આદિવાસીના આર્શીવાદ અનંત પટેલ પર બરકરાર - Vansda assembly seat
નવસારી : ભગવા રંગે રંગી નાખવાનું ભાજપનું સ્વપ્ન ફરી એક વાર (assembly seat in Navsari) રોળાયું છે. કોંગ્રેસનો ગઢ કબજે કરવા વાંસદામાં ભાજપે તમામ પ્રયત્નો કર્યા હોવા છતાં ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ ગુજરાત સહિત (Vansda assembly seat) સમગ્ર આદિવાસી પટ્ટા ઉપર આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલને જંગી જન સમર્થન મળ્યું હતું. મતગણતરી શરૂ થતાં અનંત પટેલ લીડ (Anant Patel wins in Vansda) મેળવી આગળ ચાલી રહ્યા હતા. ત્યારે ગણતરીના તમામ રાઉન્ડ પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ 33,942 મતોની જંગી લીડ સાથે વિજેતા જાહેર થયા હતા. તેમની જીતને સમર્થકોએ ઉત્સાહભેર વધાવી લીધી હતી. જીત બાદ ચીખલી તાલુકાના રાનકુવાથી વાંસદા તરફ રેલી સ્વરૂપે જતા સમર્થકોએ વિજયોત્સવની ઉજવણી કરી હતી. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST