ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડીસા મામલતદાર કચેરીના કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા, કારણ જાણો

By

Published : Sep 19, 2022, 3:02 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

બનાસકાંઠા જિલ્લામાં આજે મહેસૂલી કર્મચારીઓએ આજે માસ સીએલ પર ( Employees of Deesa Mamlatdar Office on Mass CL ) ઉતરી લડત આરંભી છે. જિલ્લામાં 461 મહેસૂલી કર્મચારીઓ ( Banaskantha Revenue Personnels )એ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી માંગણીઓ નહીં સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી (Mass CL Threat of an indefinite strike )ઉચ્ચારી છે. જૂની પેન્શન યોજનાના અમલીકરણ સહિત વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારી કર્મચારીઓ આંદોલનના માર્ગે છે. બનાસકાંઠા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના આગેવાન ધનજીભાઈ જોશીએ જણાવ્યું છે કે, જૂની પેન્શન યોજના (Old Pension Scheme) સહિતના મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ માટે માસ સીએલ પર ઉતર્યા છીએ. આ ઉપરાંત ફિક્સ પગારપ્રથા બંધ કરવી, 7માં પગાર પંચના વિવિધ ભથ્થાની ચૂકવણી સહિતના 17 જેટલાં પડતર પ્રશ્નોને લઇ આજે રાજ્યની સાથે બનાસકાંઠામાં પણ કર્મચારીઓએ લડત આરંભી છે. સરકાર નિરાકરણ નહીં લાવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હડતાળને લઇ અરજદારોને ધક્કો ખાઈને પાછા જવું પડ્યું હતું. સરકાર કર્મચારીઓ સાથે યોગ્ય નિર્ણય કરી લોકોને ધક્કા ખાવાની હેરાનગતિમાંથી મુક્તિ અપાવે તેવી રજૂઆત કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details