સાબરકાંઠા જિલ્લાની 4 વિધાનસભાઓ માટે ઇકો ફ્રેન્ડલી મતદાન મથક - 4 વિધાનસભા બેઠકો
સાબરકાંઠા : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Elections 2022) બીજા તબક્કાને (Second phase voting) લઈને માત્ર થોડા કલાકો બાકી છે. સાબરકાંઠા જિલ્લાની 4 વિધાનસભા બેઠકો (4 assembly seats of Sabarkantha district) માટે પ્રચારપડગમ શાંત થયા છે. સાથોસાથ જિલ્લામાં તમામ મતદારો 100 ટકા મતદાન કરે તે માટે વ્યવસ્થા અમલી કરાઈ છે. સાબરકાંઠામાં વનવાસી વિસ્તાર માટે વિશેષ પ્રયાસ હાથ ધરાયો છે. જેમાં તંત્ર દ્વારા ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો (Eco Friendly Polling Stations In Banaskantha) બનાવાયા છે. તેમજ જિલ્લામાં 4 વિધાનસભા માટે 1300 થી વધારે મતદાન મથકો ઉપર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ફાળવી દેવાયો છે. સંવેદનશીલ મતદાન મથકો માટે પોલીસની ગાઈડલાઈન મુજબની તૈયારીઓ પણ પૂરી કરી લેવાઈ છે. જિલ્લાની 4 વિધાનસભા બેઠકો (4 assembly seats) ઉપર નિષ્પક્ષ અને ચુસ્ત આચારસંહિતાનો ઉપયોગ થાય તે માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. આ વખતે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા તમામ મતદારોને અપાયેલી ચબરકીને મતદાન માટે આધારભૂત ગણાય નથી તેની જાણકારી પણ આપવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા સહિતની બાબતો ઉપર પણ પ્રતિબંધ ફરમાવામાં આવે છે અને નિયત કરાયેલા બહાર જેટલા નમુનાઓ પૈકી કોઈ પણ એક ઓળખ પત્ર હશે તો પણ તે મતદાન કરી શકશે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST