પ્રાંતિજ વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવાર ગજેન્દ્ર સિંહ પરમારે નોંધાવી ઉમેદવારી - Provincial assembly seat of Sabarkantha
સાબરકાંઠા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022 જાહેર થયા બાદ પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર એ સાબરકાંઠાની પ્રાંતિજ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. જોકે તલોદથી પ્રાંતિજ સુધી જંગી રેલી કર્યા બાદ પ્રાંતિજ ખાતે હજારો સમર્થકો અને ટેકેદારોની હાજરીમાં તેમને પ્રાંતિજ સેવા સદન ખાતે ઉમેદવારી નોંધાવી છે. સાબરકાંઠાની પ્રાથમિક વિધાનસભા બેઠક માટે ગજેન્દ્રસિંહ પરમાર એ ફરી એકવાર ઉમેદવારી પ્રાંતિજ વિધાનસભા ખાતે ભાજપના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગજેન્દ્રસિંહ પરમાર ગુજરાત સરકારમાં અન્ન પુરવઠા પ્રધાન રહી ચૂક્યા છે, તેમજ આજે તેમને પોતાના માદરે વતન તલોદ તેમજ પ્રાંતિજ ખાતે જંગી જાહેર રેલી તેમજ સભા યોજી હતી. તેમજ બંને તાલુકા મથકોએ ચૂંટણી કાર્યાલયોની ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલી જાહેર રેલી અને સભામાં સ્થાનિક કક્ષાએ વિશાળ સંખ્યામાં ટેકેદારો અને સમર્થકો હાજર રહ્યા હતા. પ્રાંતિજ ખાતે ઉમેદવારી નોંધાવ્યા બાદ ગજેન્દ્રસિંહ પરમાર નિવેદન આપતા જણાવ્યું હતું કે ગત ટર્મ કરતાં આ ટર્મમાં મને વિજયનો સંપૂર્ણ વિશ્વાસ છે. તેમ જ ગત ટર્મમાં બાકી રહેલા કામોને ત્વરિતતાથી પૂર્ણ કરીશ તેમ જણાવ્યું હતું. Gujarat Assembly Election 2022 Minister of Supply Provincial assembly seat of Sabarkantha Provincial assembly seat
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST