ગુજરાત

gujarat

By

Published : Jun 13, 2022, 11:08 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

ETV Bharat / videos

Attack on Man in Udaipur : ઉદયપુરમાં યુવક પર હૃદય હલબલાવી દે તેવો હુમલાનો વિડીયો થયો વાયરલ

ઉદયપુર : ઉદયપુરમાં એક વ્યક્તિ પર મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા (Udaipur Viral Video) પર વાયરલ થઈ રહ્યો છે. આમાં દબંગ યુવકને બેરહેમીથી લાકડી (Men Hitting a Man) વડે મારતા જોઈ શકાય છે. વીડિયોમાં જ એક અન્ય યુવક ખુરશી પર બેઠો છે અને તેની બાજુમાં જ અન્ય એક વ્યક્તિ જમીન પર બેઠેલો જોવા મળી રહ્યો છે. મામલો સુખેર પોલીસ સ્ટેશનનો છે અને લગભગ 10 દિવસ પહેલાનો હોવાનું કહેવાય છે. હાલ પોલીસે સુઓમોટો કોગ્નાઇઝેશન લઈને આરોપી 3 યુવકોની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મામલો પૈસાની લેવડ દેવડનો હતો. સુખેર પોલીસ અધિકારી દલપત સિંહે જણાવ્યું કે પ્રાથમિક માહિતીમાં એવું સામે આવ્યું છે કે યુવકો વચ્ચે પૈસાની લેવડ-દેવડને લઈને ઝઘડો (Attack on Man in Udaipur) થયો હતો. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસમાં વ્યસ્ત છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details