ચૂંટણીના ચાણક્ય અમિત શાહ કોંગ્રસેના ગઢમાંથી યાત્રાને કરાવશે પ્રસ્થાન - ગુજરાત ગૌરવ યાત્રા
નવસારી આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ (Amit Shah visit Gujarat) જાહેર થશે. જેના ભાગરૂપે ભાજપ સંગઠન પ્રચાર અને પ્રસાર કરવા માટે વિવિધ યાત્રાઓનું આયોજન કરી રહી છે, ત્યારે કોંગ્રસેના ગઢ ગણાતા અને ધારાસભ્ય અનંત પટેલના ગામ ઉનાઈમાંથી બપોરે એક વાગ્યે અમિત શાહ મંદિરના દર્શન કરી આદિવાસી ગૌરવ અને ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવશે. આ યાત્રા 14 જિલ્લાના 27 આદિવાસી (Unai Amit Shah) બેઠક પરથી ફરશે. આ યાત્રામાં 5 જિલ્લાના 50000 કાર્યકરો જોડાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. (Gujarat Gaurav Yatra in Unai)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST