Members of CGA : 'સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશન'ના યુવાઓ વેસ્ટર્ન પ્રોગ્રામોને બદલે સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરી રહ્યા છે આયોજન - undefined
Published : Oct 29, 2023, 12:31 PM IST
હૈદરાબાદ : 'સાઇબરાબાદ ગુજરાતી એસોસિએશન' એટલે કે CGA તે છેલ્લા 11 વર્ષથી હૈદરાબાદમાં ગુજરાતીઓ માટે થઇને વિવિધ તહેવારો દરમિયાન અહિં વસવાટ કરતા લોકો માટે થઇને તેની ઉજવણી કરે છે. લોકોને સાથે રાખીને 'નો પ્રોફિટ નો લોસ'ના સુત્ર સાથે સરસ આયોજન કરતા હોય છે. CGAમાં તમામ ગુજરાતી બંધુઓ સાથે મળીને તમામ તહેવારોમાં જોતરાય છે. તેમાં નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધો પણ પોતાની ક્ષમતા મુજબ પોતાનું ક્ષમ દાન કરે છે. આગળના ભવિષ્યમાં કેવા પ્રકારના કાર્યક્રમનું આયોજન CGA ગ્રુપ કરવા ઇચ્છે છે તેના વિશે હાર્દિક અને મૌનિલએ ઇટીવી ભારત સાથેની વાતચિતમાં જણાવ્યું છે. CGAએ ગ્રુપ દ્વારા જે પણ પ્રકારના આયોજન કરવામાં આવે છે, તેમાં ફક્ત ગુજરાતીજ લોકો નહિ પરંતુ નોન-ગુજરાતી પણ જોડાતા હોય છે. તેમને પણ ગુજરાતી તહેેવારોનું કલચર ખુબજ પસંદ છે.