Patan: ધારપુર મેડિકલ કોલેજ ખાતે એન્ડોસ્કોપી અંતર્ગત વર્કશોપ યોજાયો
Published : Jan 7, 2024, 7:39 PM IST
પાટણ: નાક કાન અને ગળાના વિષય ઉપર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રમાં આવેલી નવી ટેકનોલોજી તેમજ વિદેશોમાં વપરાતી અધ્યતન સાધન સામગ્રીનો ઉપયોગ કરીને દર્દીઓની સારવાર અને દૂરબીનની મદદથી ઓપરેશન કરી શકે તે માટે ધારપુર મેડિકલ કોલેજ ખાતે એક દિવસીય એન્ડોસ્કોપી આધારિત વર્કશોપ યોજાયો હતો. સમગ્ર રાજ્યનો પ્રથમ વર્કશોપ પાટણ ખાતે યોજાયો હતો. આ સેમિનારમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનના 60 ઇએનટી સર્જનોએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં સોલાર સિવિલના ડિન ડોક્ટર નીના ભાલોડીયાએ તબીબોને નાક કાન અને ગળાના રોગો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું તો પાટણ મેડિકલ કોલેજના ડિન ડો. હાર્દિક શાહે પ્રાણી ઉપર ઓપરેશન કરી ઉપસ્થિત તજજ્ઞોને પ્રત્યક્ષ માર્ગદર્શન આપ્યું હતું.