શિકાર માટે આવેલા દીપડાને ભગાડતો બહાદુર સ્વાનનો વિડીયો થયો સીસીટીવીમાં કેદ - બંધ જૂની મામલતદાર કચેરી
જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં આવેલી બંધ જૂની મામલતદાર કચેરીમાં દીપડો અને શ્વાનની લડાઈનો વિડીયો વાઈરલ થયો છે. શ્વાનના શિકાર માટે આવેલો દીપડાનો ખૂબ જ બહાદુરીપૂર્વક સામનો કરીને શ્વાને દીપડાને ભગાડવામાં સફળતા મેળવી હતી. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં આવેલી અને પાછલા ઘણા વર્ષોથી બંધ જૂની મામલતદાર કચેરીમાં શ્વાન અને દીપડાનો વિડીયો સામે આવ્યો છે. રાત્રિના સમયે દીપડો શ્વાનનો શિકાર કરવા માટે સ્વાન પાછળ દોટ મૂકે છે. પરંતુ શ્વાન પણ દીપડાના આ હુમલાનો ખૂબ જ બહાદુરી પૂર્વક અને નીડરતાથી મુકાબલો કરતો હોય તેવું CCTVના વિડીયોમાં સ્પષ્ટ દેખાય આવે છે. શ્વાન અને દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં શ્વાન દીપડાનો હિંમત અને બહાદુરી સાથે સામનો કરતો હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે. દીપડા અને શ્વાનની લડાઈને અંતે શ્વાન હિંસક બનેલા દીપડાને ઉભી પૂંછડીએ ભગાડવામાં પણ સફળ થાય છે. અત્યાર સુધી શ્વાન અને દીપડાની લડાઈમાં દીપડાનો વિજય થતો જોવા મળતો હતો. પરંતુ આ લડાઈમાં પ્રથમ વખત બહાદુરી અને નીડરતાનું પ્રતિક બનેલો શ્વાન દીપડાને જીવના જંગમાં હરાવીને ઉભી પૂંછડીએ ભગાડવામાં સફળ થાય છે. Brave Dog driving away a leopard Junagadh lepord dog fight Talala of Gir Somnath district Closed Old Mamlatdar Office
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST