રખડતા ઢોરએ મહિલાને અડફેટે લીધી, તંત્રના આંખ આડા કાન
નવસારીના દરગા રોડ (Navsari Darga Road)વિસ્તારમાં રખડતા ઢોરે મહિલાને અડફેટેલ લેતા ઇજાગ્રસ્ત મહિલાને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવવામાં આવી હતી. ગાય કરેલા હુમલાનો વિડીયો સીસીટીવ માં કેદ થયો છે. નવસારી શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ફરિવાર વધ્યો છે. જેને કારણે શહેરીજનોનું રસ્તા પરથી પસાર થવું જાણે જોખમી બન્યું હોય તેમ શહેરના લંગરવાડ વિસ્તારમાં રહેતી શહેનાઝ બાનુ કમલુદ્દીન મલેક નામની 50 વર્ષીય મહિલા કામ અર્થે દરગાહ રોડ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે સાંજે 5:30 વાગ્યે ગાયે મહિલાને ટક્કર મારતા મહિલા મોપેડ સાથે અથડાઈ હતી. તેને ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. ભૂતકાળમાં નવસારી શહેરમાં રખડતા ઢોરોની અરફેટે (Torture of stray cattle in Navsari city)અનેક લોકો ઘાયલ થયા છે. તો કેટલાક લોકોના મોત પણ નીપજ્યા છે. પરંતુ આ સમસ્યા હલ કરવા માટે પાલિકા સદંતર નિષ્ફળ નિવરી હોય તેમ ચિત્ર સામે આવી રહ્યું છે. કોઈ શહેરીજન સાથે અકસ્માતની ઘટના બને ત્યારે પાલિકા સફારી જાગી ને ઢોર પકડવાની કામગીરી હાથ ધરે છે. પરંતુ એકલદોકલ ઢોર પકડ્યા બાદ જેસે થે જેવો ઘાટ સર્જાય છે. ભૂતકાળમાં રખડતા ધોળને કારણે અર્થે તે આવેલા લોકો દ્વારા એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ ઓફિસર (Executive Chairman) ઉપર પોલીસ કેસ પણ નોંધાયા છે. પરંતુ ભૂતકાળની ભૂલ પરથી બોધપાઠ ન મેળવીને પાલિકા આમ શહેરીજનોને છૂટથી ફરી શકવાની ખાતરી આપી શકતી નથી.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST