Haridham Sokhada controversy : હરિધામ સોખડા ફરી એક વિવાદમાં, બે સ્વામીઓની શી છે તકરાર જાણો - હોળી 2022
વડોદરાના હરિધામ સોખડા મંદિરમાં વધુ એક વિવાદ (Haridham Sokhada controversy)જોવા મળ્યો છે. મંદિરમાં અન્નનો કોઠાર સાચવતા સરલ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે તું તું મેં મેં થઈ હતી. જેને લઈને પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો દ્વારા આ મામલે કલકેટર કચેરી ખાતે આવેદનપત્ર (Haribhaktas Give Memorandum to Collector)આપી રજૂઆત કરવામાં આવી હતી. હરિભક્તો દ્વારા પ્રેમ સ્વરૂપ સ્વામીની સત્તા પરથી દુર કરવાની માગ કરવામાં આવી હતી. સોમવારે મોડી રાત્રે હરિધામ સોખડા મંદિરના પટાંગણમાં આવનાર હોળીના તહેવારને (Holi 2022)લઈને મંદિરના અન્ન ભંડારમાં ખજૂર ફોલવા માટે પ્રબોધ સ્વામી જૂથના સંતને બોલાવવાના મામલે વિવાદ સર્જાયો હતો. સોમવારે મોડી રાતે આ મામલે પ્રબોધ સ્વામી અને સરલ સ્વામી વચ્ચે વિવાદ થયો હતો, બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલીના પગલે સરલ સ્વામીએ પ્રબોધ સ્વામી પર હાથ ઉઠવ્યાની ચર્ચાઓ વહેતી થઈ હતી. જેને લઈને પ્રબોધ સ્વામી જૂથના ભક્તો કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતાં અને આવેદનપત્ર આપી રજૂઆાત કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST