Amreli News : દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોના આંટાફેરાથી શ્વાનોમાં નાસભાગ મચી, જૂઓ વિડીયો
અમરેલી :રાજુલા અને જાફરાબાદના દરિયાઈ વિસ્તારમાં પર સાવજના અવરજવરમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે.જાફરાબાદના વડલી ગામની શેરીમાં પાંચ સિંહ આવી જતા શેરીના કૂતરાઓમાં નાસભાગ મચી હતી. મોડી રાત્રિના સમયની દરિયાકાંઠાના વિસ્તારમાં વનરાજોના આંટાફેરાની ઘટના ગામમાં લાગેલા CCTVમાં કેદ થઈ છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહ વસવાટ કરી રહ્યા છે. જિલ્લાના રેવન્યુ વિસ્તાર અને માનવ વસાહત વચ્ચે સિંહ આવી જતા હોવાની ઘટનાઓ વધી છે. જંગલ વિસ્તારની નજીક આવેલા ગામડાઓ અને હાઇવે પર અવારનવાર સાવજ ચડી આવે છે. જેમાં ક્યારે પશુઓનું મારણ કરતા હોય છે. ત્યારે જાફરાબાદ તાલુકાના વડલી ગામમાં પાંચ સિંહ ઘૂસી આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં રાત્રિના સમયે પાંચ સિંહ આવતા જ શેરીના કૂતરાઓમાં નાસભાગ મચી હતી.