હત્યા કેસમાં બે આરોપીઓ ઝડપાયા, કોન્ટ્રાક્ટરના ઝઘડામાં લેવાયો હતો ભોગ
અમદાવાદના વાસણામાં (Ahmedabad Crime News) જીવરાજ પાર્ક હોસ્પિટલ (Jeevaraj Park Hospital Ahmedabad) બહાર રાહદારીની હત્યા કરવા મામલે મામલે બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. કોન્ટ્રાકટરની હત્યા કરવા માટે બીજા કોન્ટ્રાક્ટરે ( Vasana murder case) અકસ્માત કર્યો હતો. પરંતુ ફરિયાદીને બચાવવા ગયેલા વ્યક્તિનું આ ઘટનામાં અડફેટે આવી જતા મોત થયું હતું. જીવરાજ પાર્ક હોસ્પિટલ બહાર ગાડીની ટક્કર મારીને એક નિર્દોષ રાહદારીની હત્યા કરવામાં આવી હતી. રેતી ભરવા મામલે કોન્ટ્રાક્ટરો વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને એક કોન્ટ્રાક્ટરે બીજા કોન્ટ્રાક્ટરની હત્યા કરવા માટે અકસ્માતનો પ્લાન બનાવ્યો હતો. સોમવારે સવારે બાઇક પર કોન્ટ્રાક્ટર સહિત ત્રણ યુવકો જઇ રહ્યા હતા. ત્યારે બીજા કોન્ટ્રાક્ટરે કારથી ટક્કર મારી હતી. ત્રણેય જણા જમીન પર નીચે પડી જતા એક રાહદારી તેને બચાવવા માટે દોડી આવ્યો હતો. રાહદારી બચાવતો હતો ત્યારે કાર ચાલક કોન્ટ્રાક્ટરે ફરીથી તેમને અડફેટમાં લેવાની કોશિષ કરી હતી. જેમાં રાહદારીનું કરુણ મોત થયુ હતું.આ ઘટનાની જાણ થતાં પોલીસે પહેલા અકસ્માતની તપાસ કરી. પણ આ અકસ્માત નહિ હત્યા હોવાનું સામે આવતા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરાઇ. જેમાં સામે આવ્યું કે પાલડી વિસ્તારમાં આવેલા સુવિધા સર્કલ પાસે સવારે રાજુ વણઝારા અને દશરથ ઓડ તથા રાજુ નામના કોન્ટ્રાક્ટરને રેતી ભરવા મામલે માથાકુટ થઇ હતી. બન્ને કોન્ટ્રાક્ટર વચ્ચે ઘણી વખત રેતીનો કોન્ટ્રાક્ટ લેવા મામલે બોલાચાલી ચાલતી હતી. જેમાં પાલડી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ થઇ હતી. દશરથ ઓડ અને તેના સાગરીતે રાજુને અકસ્માતમાં મોતને ઘાટ ઉતારીને હત્યા કરવા માટેનો પ્લાન કર્યો હતો. સવારે રાજુ વણઝારા તેના બે સાથીદારો સાથે બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે દશરથ ઓડ અને તેનો સાગરીત કાર લઇને આવ્યા હતા અને બાઇકને ટક્કર મારી હતી. જીવરાજ પાર્ક હોસ્પિટલ બહાર ગાડીની ટક્કર મારતા રાજુ અને તેના સાથદારો જમીન પર પડી ગયા હતા. ત્રણેય જણાને જમીન પર પડેલા જોઇએ અરવિદ ચૌહાણ નામના રાહદારી તેમને બચાવવા માટે દોડી ગયા હતા. અરવિદએ રાજુ અને તેના સાથીદારોને ઉભા કરતા હતા ત્યારે દશરથ ફરીથી કાર લઇને આવ્યો હતો. અરવિદ પર ચઢાવી દીધી હતી. અરવીંદનુંં ઘટના સ્થળે મોત થયુ હતું. જ્યારે દશરથ અને તેનો સાગરીત નાસી છુટ્યો હતો. જેને લઈને વાસણા પોલીસે(Ahmedabad Vasana Police) હત્યાનો ગુનો દાખલ કરીને બે આરોપીઓની ધરપકડ કરી મામલાની તપાસ SCST સેલને અપાઈ છે.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST