આગામી સમયમાં કોંગ્રેસ બેરોજગારી, મોંધવારી મુદ્દે સરકારને ઘેરશે: રઘુ શર્મા - Gujarat Assembly Election 2022
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા (Gujarat Assembly Election 2022)દ્વારકા ખાતે કોંગ્રેસ દ્વારા ત્રિદિવસીય ચિંતન શિબિર યોજવામાં આવી છે. આજે કોંગ્રેસની ચિંતન શિબિરનો (Congress Chintan Shibir) ત્રીજો દિવસ છે, ત્યારે ચિંતન શિબિરમાં પ્રભારી રઘુ શર્માએ સૂચના આપી હતી કે, આગામી માર્ચ મહિનામાં સંઘર્ષના કાર્યક્રમ કરવાના છે. યુથકોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ, સેવાદળ સહિતના સેલ તૈયારી કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસ કાર્યક્રમ આપવાના છે. બેરોજગારી મુદ્દે યુથ કોંગ્રેસ પણ કાર્યક્રમ આપવાનું છે. પેપર લીક કાંડ મુદ્દે NSUI કાર્યક્રમ આપશે, જેને લઈ અલગ અલગ કાર્યક્રમ તૈયાર કરે અને તેની તારીખો પ્રદેશ કોંગ્રેસ આપશે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST