વડોદરામાં જુગાર રમતા 20 જુગારીઓની ધરપકડ, એક લાખનો મુદ્દામાલ જપ્ત - વારસીયા પોલીસ સ્ટેશન
વડોદરાઃ શહેરના વારસીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે વારસીયા વિસ્તારમાંથી જુગાર રમતા 20 જુગારીયાઓની ધરપડક કરી છે અને એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વારસીયા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરની પોપ્યુલર બેકરી પાછળ આવેલા મગનભાઇના વાડામાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમી વારસીયા પોલીસને મળી હતી. પોલીસે બાતમીને આધારે રેડ પાડતા 20 આરોપની ધરપકડ કરી હતી અને રોકડ રકમ અને મોબાઇલ મળીને કુલ 1,02,640 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.