વડોદરાની નવરચના વિદ્યાની સ્કૂલના વાલીઓએ ફી મુદ્દે ફરી એકવાર જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી - ફી મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત
વડોદરા: શહેરની નવરચના વિદ્યાની સ્કૂલના વાલીઓ પણ ફી મામલે રજૂઆત લઈને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે પહોંચી ગયા હતા. જ્યાં, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતેના એજ્યુકેશન ઇન્સ્પેકટર આ મામલા અંગે સ્કૂલ ખાતે મુલાકાત લીધી હતી. પરંતુ,શાળાને સેનેટાઇઝ કરવામાં આવી રહી હોવાની વાત કરીને વાલીઓ અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને શાળા ખાતે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તેથી વાલીઓ ફરી એકવાર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. વાલીઓએ આક્ષેપ કર્યા કે જો તેને સેનેટાઇઝિંગની કામગીરી ચાલુ હોઈ અને સ્કૂલ બંધ હોઈ તો વાલી ત્યાથી નીકળી ગયા બાદ સત્રની ફી ભરવા માટે અમુક વાલીઓને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેવો આક્ષેપ વાલીઓએ કર્યો હતો. સાથે જ ઓનલાઈન શિક્ષણનો વિરોધ કરી ફી અંગેની સમસ્યાનું નિરાકરણ લાવવા જિલ્લા શિક્ષણાધિકારી ડો.યુ.એન.રાઠોડ સમક્ષ માગ કરી હતી.