કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં UPSCની પરીક્ષા યોજાઈ - યૃુપીએસસીની પરિક્ષા
રાજકોટઃ સમગ્ર દેશમાં રવિવારના રોજ UPSCની પરીક્ષા યોજાઈ હતી. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના ઉમેદવારો માટે રાજકોટ ખાતે આ પરીક્ષા યોજવામાં આવી હતી. વહીવટી તંત્રની દેખરેખ હેઠળ આ પરીક્ષા યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર ક્ચ્છના 3688 ઉમેદવારોએ ભાગ લીધો હતો. IAS અને IPS જેવા ઉચ્ચ અધિકારી બનવા માટે ભારતમાં UPSCની પરીક્ષા પાસ કરવી પડે છે. રાજકોટમાં UPSCની પરીક્ષા યોજાઈ હોવાના કારણે અગાઉના દિવસે જ મનપા દ્વારા 14 જેટલા કેન્દ્ર પર સેનેટાઇ કરવાની કામગીરી કરવામાં આવી હતી. તમામ કેન્દ્રમાં એક બ્લોકમાં માત્ર 24 ઉમેદવાર જ બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. પરીક્ષા શરૂ થતા પહેલા ઉમેદવારોનું ટેમ્પરેચર માપી, સેનેટાઇઝર લગાડીને માસ્ક સાથે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવ્યો હતો.