સુરતના પ્રખ્યાત અંબિકા નિકેતન મંદિર દ્વારા થર્મોગ્રાફીક ડિપ્રેસિંગ સ્ક્રિનિંગ મશીન મૂકાયું
સુરત: અનલોક-1માં રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત બાદ સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડના નિયમોને આધિને મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. મંદિર અને ટ્રસ્ટ દ્વારા પણ દર્શન માટે આવતા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત પહેરવા અંગેની સૂચના આપવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે અંબાજી બાદ સુરતના અંબિકા નિકેતન મંદિર દ્વારા થર્મોગ્રાફીક ડિપ્રેસિંગ સ્ક્રીનીંગ મશીન મૂકવામાં આવ્યું છે. જે એકસાથે 60 જેટલા દર્શનાર્થીઓનું સ્ક્રીનીંગ કરી એલસીડી પર તાપમાન બતાવે છે. સાથે જ તમામ દર્શનાર્થીઓના ડેટા પણ સ્ટોર રાખી માસ્ક વિના આવતા લોકોને એલર્ટ કરે છે. જ્યારે મેટલ ડિરેકટર મંદિરમાં દર્શન માટે આવતા લોકો પાસે રહેલ મોબાઈલ અથવા અન્ય કોઈ પ્રતિબંધિત ચીજ-વસ્તુઓ હોવાની જાણકારી પણ આપે છે. અંબાજી બાદ સુરતનું એકમાત્ર અંબિકા નિકેતન મંદિર દ્વારા થર્મોગ્રાફીક ડિપ્રેસિંગ સ્ક્રીનીંગ મશીન મૂકવામાં આવ્યું છે. જેમાં થર્મલ કેમેરા સહિત 18 જેટલા સેન્સર ફિટ કરવામાં આવ્યા છે.