મેઘરાજાએ વડોદરા મહાનગરપાલિકાની પોલ ઉઘાડી, ઠેર ઠેર ભરાયા પાણી - મેધરાજાની તોફાની બેટીંગ
વડોદરા.શહેરમાં મોડી સાંજે પડેલા વરસાદને કારણે ઠેર ઠેર લોકો વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. મેધરાજાની તોફાની બેટીંગને પગલે શહેરના નીચાણવાળા વિસ્તાર દાંડિયા બજાર, ચોખંડી, ચાંપાનેર, રાવપુરા, સયાજી ગંજ સહિત ઘણા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે કેટલાક સ્થળો પર પાર્ક કરેલા વાહનો પણ ડૂબી ગયા હતા. જેને પગલે મેઘરાજાએ વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલ્લી કરી છે.