સ્વામિનારાયણ મંદિર ખાતે સુરતના 10 હજારથી વધુ ભક્તો વૃક્ષારોપણ કરવા સંકલ્પબદ્ધ થયા - બી.એ.પી.એસ
સુરત: જ્યારે સમગ્ર વિશ્વ વધતી જતી પર્યાવરણની સમસ્યા ને લઇને ચિંતિત છે, ત્યારે સુરત અડાજણ ખાતે આવેલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે વૃક્ષ વિતરણ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની તૃતિય પુણ્યતિથિ નિમિત્તે સુરતના 10 હજારથી વધુ ભક્તો વૃક્ષારોપણ કરવા સંકલ્પબદ્ધ થયા છે. અડાજણ સ્થિત બીએપીએસ મંદિર થી 2 હજાર થી વધુ રોપાઓનું વિતરણ કરાયું છે. અડાજણ સ્થિત બી.એ.પી.એસ મંદિર ખાતે મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી વૃક્ષ વિતરણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ઉપસ્થિત સંતો મહાનુભાવ ઉપરાંત દસ હજારથી વધુ ભક્તો પર્યાવરણ જાગૃતિ નો ઉદ્ઘોષ કર્યો હતો, જેમાં વિશિષ્ટ કાર્યક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિના વિવિધ પાઠો શીખવવામાં આવ્યા હતા.