વડોદરાની SSG હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારીને કારણે વધુ એક વખત વિવાદમાં સપડાઇ
વડોદરાઃ શહેરની સૌથી મોટી SSG હોસ્પિટલ તેના મેનેજમેન્ટની બેદરકારીને કારણે વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. SSG હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં અસહ્ય ગંદકી અને મેડિકલ વેસ્ટ રઝળતી હાલતમાં નજરે પડ્યું હતું. આ ઉપરાંત દારૂની ખાલી બોટલો મળી આવી હતી. એક તરફ વૈશ્વિક કોરોનાંની મહામારી ચાલી રહી છે, ત્યારે SSG હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં કોવિડ-19 કોરોનાંના મેડિકલ વેસ્ટ, ખાલી ઈન્જેક્શનો, હેન્ડ ગ્લોઝ સહિત મનુષ્યનું હાડપિંજર પણ રઝળતી હાલતમાં જોવા મળ્યું છે. જેને લઈ એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમના સગાં સંબંધીઓના જીવ જોખમમાં મૂકાયા છે. આ અંગે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ હોસ્પિટલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે તીખા શબ્દોના પ્રહારો કરી નારાજગી દર્શાવી હતી.