સાબરકાંઠામાં પોલીસ દ્વારા વાહનચાલકને દંડ ફટકારતા હંગામો - સાબરકાંઠા પોલીસ
સાબરકાંઠાઃ જિલ્લામાં વડાલી પોલીસ સ્ટેશન નજીક સ્થાનિક PSIએ ખોટા નિયમ મુજબ એક વાહન ચાલકની ધરપકડ કરતાં સમગ્ર વિસ્તારમાં હંગામો સર્જાયો હતો. વાહન ચાલક પાસે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ અને દસ્તાવેજો હોવા છતાં ખોટા દંડની પાવતી બનાવતા સમગ્ર વિસ્તારમાં હંગામો સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. જોકે સ્થાનિક પીએસઆઇએ પોતાની દાદાગીરી સહિત દંડનીય કાર્યવાહી પર મક્કમ રહેતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.