રાજકોટ લોધિકા સંઘ ચૂંટણી બિનહરીફ થશે: જયેશ રાદડિયા - લોધિકા સંઘની ચૂંટણી બિનહરીફ યોજવાના પ્રયાસો
રાજકોટ: જિલ્લાના લોધિકા સંઘની ચૂંટણી મામલે શુક્રવારના રોજ રાજકોટ જિલ્લા બેન્ક ખાતે બેઠક યોજાઇ હતી. 15 બેઠકો માટે ભાજપના બે જૂથોમાંથી જ ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા હતા. જે ઉમેદવારી ફોર્મ ભરશે, થોડા દિવસ અગાઉ રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણી પણ બિનહરીફ જાહેર થઈ હતી. જેને લઈને કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા દ્વારા લોધિકા સંઘની ચૂંટણી બિનહરીફ યોજવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જે મહદઅંશે સફળ રહ્યા હતા. લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપના બે જૂથ આમને સામને જોવા મળ્યા હતા. જેને લઈને રાદડિયાએ મધ્યસ્થી કરીને બન્ને જૂથને સમજાવીને ચૂંટણી બિનહરીફ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે.