પોરબંદરમાં નિરમાં ગ્રુપની સૌરાષ્ટ્ર કેમિકલના વિસ્તરણીય પરિયોજના માટે લોકસુનાવણી યોજાઈ
પોરબંદરઃ શહેરની નીરમાં ગ્રુપ સંચાલિત સૌરાષ્ટ્ર કેમિકલ ફેકટરીમાં હાલના સોડા એસ અને કોજનરેશન પાવર પલાન્ટના વિસ્તરણ પરિયોજના માટે શુક્રવારે પર્યાવરણીય લોક સુનવણી યોજવામાં આવી હતી જેમાં માછીમાર આગેવાનો સંલગ્ન સંસ્થાઓ એ રોષ વ્યક્ત કર્યો હતો અને કંપની દ્વારા દરિયામાં પાણી છોડવામાં આવતા પ્રદૂષિત પાણી બંધ કરવાની રજૂઆત કરી હતી. સૌરાષ્ટ્ર કેમિકલ ડિવિઝન ઓફ નિરમા લિમિટેડનો સોડા ગેસ પ્લાન્ટ 1959 થી કાર્યરત છે કંપની દ્વારા હાલના પ્લાન્ટમાં આધુનિકરણ દ્વારા સોડાએશ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા જઈ રહી છે દર માસની 35 720 મેટ્રિક ટનથી વધારીને પ્રતિમાસ 4 50 20 મેગા વોટ કરવાની પરિયોજના કરેલ છે જે અંગેની પર્યાવરણ સુનાવણી આજે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની હાજરીમાં કંપની ખાતે રાખવામાં આવી હતી. જેમાં માછીમાર આગેવાન દ્વારા વિરોધ દર્શાવ્યો હતો જ્યારે અન્ય લોકોએ પલાન્ટમાં વિસ્તરણ થવાથી લોકોને રોજગારીની તક મળશે તેમ જણાવ્યુ હતું.