રાજ્યમાં હેલ્મેટ અંગેનો નિર્ણય આગામી કેબિનેટમાં લેવાશે: આર.સી. ફળદુ - કેબિનેટ બેઠક
રાજકોટ: ગુજરાત સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટને મરજીયાત કરાયું હતું. જેને લઈને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલ રોડ સેફટી કાઉન્સિલે આ અંગે ખુલાસો માંગ્યો છે. રાજકોટની મુલાકાતે આવેલા આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે, લોકોએ હેલ્મેટ પહેરવાની માનસિકતા કેળવવી પડશે. તેમજ હેલ્મેટ અંગેનો નિર્ણય આગામી દિવસોમાં મળનારી કેબિનેટ બેઠકમાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે થોડા દિવસો અગાઉ મહાનગરપાલિકા અને નગરપાલિકા હેઠળના વિસ્તારમાં હેલ્મેટને મરજીયાત કરવાનો નિર્ણય કર્યો હતો.