ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોરબીનો મચ્છુ 2 ડેમ પુનઃનિર્માણ પામ્યા બાદ 30 વર્ષમાં 17 વખત ઓવરફલો થયો - મચ્છુ ડેમ ઓવરફ્લો

By

Published : Sep 1, 2020, 6:59 AM IST

મોરબીઃ મોરબીનો મચ્છુ 2 ડેમ પુનઃનિર્માણ પામ્યા બાદ 30 વર્ષમાં 17 વખત ઓવરફલો થયો છે. મચ્છુ 2 ડેમના ઇન્ચાર્જ ધર્મેશ વાઢેર પાસેથી મળતી માહિતી મુજબ મોરબીનો મચ્છુ 2 ડેમ જળહોનારતમાં વર્ષ 1979માં તુટ્યો હતો અને બાદમાં પુનઃ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. જે 1990ની સાલમાં પૂર્ણ થયું હોય ત્યારબાદથી અત્યાર સુધીમાં એટલે કે 30 વર્ષમાં ડેમ 17 વખત ઓવરફલો થયો છે. મોરબી-માળિયા જૂથ યોજના, લીલાપર ખાનપર યોજના અને મોરબી નગરપાલિકા સહિતની યોજના હેઠળ કુલ 118 ગામોને મચ્છુ 2 ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. 118 ગામોને પીવાનું પાણી આપવા ઉપરાંત 14 ગામોને કેનાલ મારફતે સિંચાઈનો પણ લાભ મળી રહ્યો છે. મચ્છુ 2 ડેમમાં મહત્તમ 18 દરવાજા 12 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 23 ઓગસ્ટના રોજ1,35,000 કયુસેક પાણીની મહત્તમ આવકને પગલે ડેમના 18 દરવાજા 12 ફૂટ ખોલવામાં આવ્યા હતા અને હાલ ડેમ 100 ટકા ભરાઈ ગયો છે.

ABOUT THE AUTHOR

...view details