સુરત: વતનથી આવનારા કાપડ ઉદ્યોગના તમામ વેપારી અને શ્રમિકોએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત
સુરત : ટેક્સટાઇલ માર્કેટમાં અનેક કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે.જેથી સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સુરત ટેક્સટાઇલ માર્કેટ ખાતે કાપડના વેપારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી.વેપારીઓને કહેવામાં આવ્યું હતું કે, દિવાળીની રજા બાદ વતનથી આવનારા તમામ શ્રમિકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે.