સુરતઃ પ્રવાસન સ્થળ ડુમસ બીચ સહેલાણીઓ માટે કરાયું બંધ
સુરતઃ શહેરમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર એલર્ટ થયું છે. સુરતના પ્રવાસન સ્થળ તરીકે ઓળખાતા ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયું છે. વિકેન્ડમાં મોટી સંખ્યામાં લોકો ડુમસ બીચ પર જતા હોય છે અને હાલ સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે, જેથી સુરત પોલીસ કમિશ્નર દ્વારા ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ રાખવા આદેશ કરાયા છે. ડુમસ બીચ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે, જેથી સંક્રમણ વધવાની શક્યતાઓ વધી જાય છે, આ જ કારણ છે કે પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા આ નિર્ણય લેવાયો છે.