વડોદરાના વાઘોડિયા રોડ પર 15 ફૂટ પહોંળો-5 ફૂટ ઊંડો ભૂવો પડ્યો, લોકોમાં રોષ - વડોદરા નગરપાલિકા
વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પર આવેલ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલની બાજુની જય રણછોડ સોસાયટી તથા સૌંદર્ય બંગ્લોઝ તરફ જવાના મુખ્ય માર્ગ પર ત્રણ દિવસ અગાઉ નાનો ભૂવો પડ્યો હતો. જો કે, સેવાસદન તંત્રએ આ બાબતે કોઈ ધ્યાન ન આપતા 15 ફૂટ પહોંળો તથા પાંચ ફૂટ ઊંડા ભૂવાનું સર્જન થતાં સેવાસદન તંત્ર દ્વારા આ સ્થળે માત્ર ખોદકામ કરી લાકડીના બે દંડા ઉભા કરી કામગીરી પૂર્ણ કર્યાનો સંતોષ લીધો હતો. જો કે, આ ભૂવાને કારણે સ્થાનિક નાગરિકો તથા વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે, ત્યારે સ્થાનિક નાગરિકોમાં રોષની લાગણી પ્રવર્તી હતી.