દમણમાં શુક્રવારે કોરોનાના વધુ 14 પોઝિટિવ કેસ સાથે કુલ 76 કેસ સારવાર હેઠળ - etv bharat
દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની જેમ દમણમાં પણ શુક્રવારે કોરોના પોઝિટિવ દર્દીઓનો રાફડો ફાટ્યો છે. દમણમાં શુક્રવારે 14 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સંઘપ્રદેશ દમણમાં શુક્રવારે નવા 14 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેની સામે રાહતના ભાગરૂપે 13 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. દમણમાં કુલ 130 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. તેમાંથી 54 દર્દીઓને ડિસ્ચાર્જ બાદ હજુ પણ 76 કેસ એક્ટિવ કેસ છે. દમણમાં પ્રશાસન દ્વારા શુક્રવારના નવા નોંધાયેલા કેસ મુજબ 7 નવા કન્ટેન્મેન્ટ ઝોન સાથે કુલ 36 કન્ટેન્ટ ઝોન જાહેર કરાયા છે. દમણ નગરપાલિકા વિસ્તારની સામે ગ્રામ પંચાયત વિસ્તારમાં વધુ દર્દીઓ નોંધાયા હોય વધુ કન્ટેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.