કોરોના વાઈરસ ઈફેક્ટઃ વડોદરામાં કુબેર ભંડારી મંદિર 20થી 31 માર્ચ સુધી બંધ
વડોદરાઃ કુબેર ભંડારી મંદિરના પૂજારી રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં કોરોના વાઈરસની મહામારીથી હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. જેને પગલે ભક્તોની ચિંતા કરીને 20થી 31 માર્ચ સુધી કુબેર ભંડારી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કુબેર પરિસરમાં ચાલતુ અન્નક્ષેત્ર અને યાત્રિકો માટેની રૂમો પણ બંધ કરી દેવામાં આવી છે. જે ભક્તોને સહકાર આપવા માટે વિનંતી કરી છે. સાવચેતીના પગલા લઈને મંદિરો બંધ કરવામાં આવ્યા છે.