નાગરીકો ઉપરાંત અધિકારીઓને પણ ધમકી આપવાનો અધિકાર નથીઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ - નીતિન પટેલ ન્યૂઝ
વડોદરા: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે શહેરમાં સભા યોજ્યા બાદ જણાવ્યું હતું કે, ભારત દેશ કાયદા અને વ્યવસ્થાથી ચાલતો દેશ છે, કોઈપણ નાગરીક, હોદ્દેદાર, કાયદાની અવગણના કરી શકે નહીં અને કોઈપણ આવું બોલે તે યોગ્ય નથી, કોણ કયા અનુસંધાનમાં બોલ્યું તેના વિષે મારી પાસે માહિતી નથી, આવું કોઈપણ વ્યક્તિ કોઈ કલેક્ટર નહીં નાના કર્મચારી માટે પણ ના બોલી શકે. જો આવું બોલ્યા હોય તો તે યોગ્ય નથી. હું સ્પષ્ટ કહું છું કે કોઈપણ વ્યક્તિ કોઈપણ માટે નિમ્ન કક્ષાનું બોલી ના શકે. ભારતના કાયદા, વહીવટીનું દરેકે સન્માન કરવું જોઈએ, ના કરે તો તે યોગ્ય નથી. ધમકી આપવાનો કોઈને અધિકાર નથી. બંધારણે સુરક્ષા તમામને આપી છે તે મુજબ કાર્યવાહી થશે.