અદાણી પોર્ટ પર લિફ્ટિંગ ઓપરેશન દરમિયાન રેલવે એન્જિન ધડાકાભેર પટકાયું, આસપાસમાં લોકો હાજર હોવા છતાંય જાનહાનિ ટળી - An accident during lifting operation at adani port
કચ્છ : જિલ્લાના મુન્દ્રા તાલુકા સ્થિત સૌથી મોટા ખાનગી પોર્ટ અદાણી પોર્ટમાં એક દુર્ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે. હેવી લિફ્ટિંગ ઓપરેશન દરમિયાન લોડ કરાયેલો રેલવે એન્જિનનો પાર્ટ ધડાકાભેર તૂટીને જમીન પર પટકાયો હતો. તે સમયે આસપાસમાં 10થી 15 લોકો હાજર હોવા છતાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. આ ઘટનાની APSEZના પ્રવક્તા જયદીપ શાહે પુષ્ટી કરી છે.