જોડિયા હાઇવે પર ડિઝલ ભરેલી ટેન્કર પલટી ખાઈ જતા ટ્રાફિકજામ - ટેન્કર
જામનગર: બાલચડીના ખીરી પાસે ડિઝલ ભરેલી ટેન્કર પલટી ખાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. શુક્રવાર વહેલી સવારે ટેન્કર પલટી જતા રોડ પર ડિઝલનો જથ્થો રેલાઈ ગયો હતો. જોડિયા-રાજકોટ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. ટેન્કર પલટી ખાઈ જતા ભારે ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.