ચમોલી દુર્ઘટનાઃ ડેમ પર કામ કરી રહેલા મજૂરોને મોત સામે દેખાયું, જૂઓ કેવી રીતે તણાયા - જોશીમઠ
ઉત્તરાખંડઃ રવિવારનો દિવસ, 7 ફેબ્રુઆરી 2021...ચમોલી પર આફત બનીને તૂટી પડ્યો હતો. ઋષિ ગંગા નદીમાં ગ્લેશિયર તૂટી જવાથી આવેલા પૂરને કારણે કહેર સર્જાયો હતો. ETV ભારત પાસે એ વીડિયો છે જેમાં જોશીમઠની નજીક તપોવનમાં NTPC ડેમની ઉપર કામ કરતા મજૂરોને કેવી રીતે પાણીના વહી ગયા હતા તે દર્શાવતો વીડિયો છે. આ દ્રશ્ય જોઈને તમારું હ્રદય કંપી જાય છે. આ મજૂરો ડેમની ઉપર કામ કરી રહ્યા હતા. જ્યારે પૂર આવ્યું ત્યારે આ કમનસીબ લોકોને ભાગવાની પણ તક મળી નહીં.