Priyanka Gandhi અટકાયત સમયે કચરો વાળતાં નજરે પડ્યાં, જૂઓ વીડિયો
સીતાપુરની પોલીસ લાઇનમાં નજરકેદ હેઠળ રહેલાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi ) સફાઇ કરતાં જોવા મળ્યાં હતાં. લખીમપુર ખીરી જતી વખતે પોલીસે તેમને કસ્ટડીમાં લીધાં હતાં. ઉત્તરપ્રદેશ પોલીસે જ્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને સીતાપુરના હરગાંવમાં અટકાયત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ વીફર્યાં હતાં. પ્રિયંકાએ રાજ્યની યોગી સરકાર અને તેમના અધિકારીઓ પર શબ્દ પ્રહાર કર્યાં હતાં. પોલીસ સામે નારાજગી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે તમે અમને બળજબરીથી લઈ જઈ રહ્યાં છો. તમને કોઈ અધિકાર નથી. તમે લોકો મારી સાથે અયોગ્ય વર્તન કરી રહ્યાં છો.