PM નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી 7મી વખત ધ્વજ ફરકાવી સલામી આપી, જુઓ વીડિયો
નવી દિલ્હી: કોરોના કાળમાં દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવી સલામી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ પાછળ છોડી દીધા છે. અટલજી પહેલાં વડાપ્રધાન હતા, જેમણે 6 વાર લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો. લાલ કિલ્લા પરથી સૌથી વધારે વખત ધ્વજ લહેરાવનાર વડાપ્રધાનોના લિસ્ટમાં મોદી ચોથા નંબરે આવી ગયા છે. વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સૌથી વધુ વખત 17 વાર લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવ્યો છે. બીજા નંબરે ઈન્દિરા ગાંધી છે. તેમને આ મોકો 16 વખત મળ્યો છે. જ્યારે વડાપ્રધાન મનમોહન સિંહ આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. તેમણે 10 વખત લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવ્યો છે. જ્યારે રાજીવ ગાંધીએ 5 વખત લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવ્યો છે.