મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ પરલીમાં PM મોદીએ કલમ 370ના મુદ્દે કોંગ્રેસને લીધી આડે હાથ... - મોદીનું રેલીમાં સંબોધન
મહારાષ્ટ્રઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પરલીમાં રેલીને સંબોધન કર્યુ હતું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે આવેલા વડાપ્રધાને મહારાષ્ટ્ર ભાજપના બે મોટા નેતાઓને યાદ કર્યા હતાં. ચૂંટણી સભામાં કલમ 370 મુદ્દે કોંગ્રેસ અને તમામ વિપક્ષી પાર્ટીઓને આડે હાથ લીધા હતાં. આ ઉપરાંત તેમણે આગામી વિધાનસભામાં મહિલાઓને પુરૂષો કરતાં વધુ મતદાન કરવા આહ્વાન કર્યુ હતું. તેમજ ભાજપને જંગી બહુમતીથી જીતાડવા લોકોની અપીલ કરી હતી.