લ્યો બોલો ! ગુજરાતના રાજ્યસભા સાંસદોને પણ બે વર્ષથી ફંડ મળ્યું નથી
નવી દિલ્હી: રાજ્યસભામાં ચાલી રહેલા સત્ર દરમિયાન ગુજરાત કોંગ્રેસના રાજ્યસભા સાંસદ મધુસૂદન મિસ્ત્રીએ આજે પ્રશ્ન કર્યો હતો. ગુજરાતના સાંસદોને મળતું વાર્ષિક ફંડ હજુ સુધી રિલિઝ કરવામાં આવ્યું નથી. ગુજરાતના ઘણા એવા સાંસદો પણ છે જે થોડા સમયમાં તેમનો કાર્યકાળ પુરો થવા જઈ રહ્યો છે, ત્યારે આવા સમયે જો તેમને વિસ્તારમાં કામ કરવા માટે પુરતુ ફંડ નહી મળે તો હાથ ધરાયેલા અનેક કામ અધુરા રહી જશે