કેદારનાથ ધામમાં બે દિવસથી હિમવર્ષા - દારનાથ ધામના જીર્ણોદ્ધાર
ઉત્તરાખંડઃ કેદારનાથ ધામમાં 2 ઈંચ સુધી બરફ જામી ગયો છે. જેના કારણે જીર્ણોદ્ધારની કમગીરી પણ અટકી પડી છે. કેદારનાથ ધામમાં છેલ્લા 2 દિવસથી હિમવર્ષા થઈ રહી છે. શિયાળા દરમિયાન કેદારનાથ ધામના જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે. હાલ કેદારનાથ ધામમાં હાલ પોલીસ સિવાય અલગ અલગ સંસ્થાના મજુર છે. હિમવર્ષાના કારણે તેમને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. કેદારનાથમાં મંગળવાર સવારથી જ વાતાવરણ વધુ બગડ્યું હતું. જે બાદ કેદારનાથ ધામમાં મંગળવારે સાંજથી બરફ પડવાનું શરૂ થયું હતું. જે હજુ સુધી શરૂ છે.