કારગિલ યુદ્ધના 21 વર્ષ પૂર્ણ, જુઓ બહાદુર જવાનોના પરાક્રમો... - કારગીલ યુદ્ધના જવાનોને શ્રદ્ધાંજલિ
અમદાવાદઃ આજે કારગીલ યુદ્ધના 21 વર્ષ પૂર્ણ થયા છે. દેશભરમાં વીર જવાનો માટે સહાનુભૂતિ અને પ્રાર્થના કરવામાં આવી રહી છે. ત્યારે ડિફેન્સ ટીમ દ્વારા કારગીલ યોદ્ધાઓના પરાક્રમોને બિરદાવવામાં આવી રહ્યા છે. જે સુરવીરોએ માતૃભોમ માટે જાન ન્યોછાવર કરી છે તે વિરોને નમન કરવાનો દિવસ એટલે કારગિલની વર્ષગાંઠ. જામનગર જિલ્લાના વીર જવાનોએ પણ દેશ માટે કારગિલ યુદ્ધમાં પ્રાણ આપ્યા છે. આમ પણ જામનગરમાં આર્મી, નેવી અને એરફોર્સની ત્રણ પાંખના ટ્રેનિંગ સેન્ટર આવેલા છે. ડિફેન્સ દ્વારા એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં બહાદુર જવાનોના પરાક્રમો અને બલિદાન થતા કારગિલ વિજયના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.