અફઘાનિસ્તાનમાં ફસાયેલો ઝારખંડનો બબલુ વતન પરત ફર્યો, આંખોમાં જોવા મળ્યા ખુશીના આંસુ - અફઘાનિસ્તાનથી રાંચી
રાંચી: ઝારખંડના બોકારો જિલ્લાના રહેવાસી બબલુ કુમાર રવિવારે મોડી સાંજે અફઘાનિસ્તાનથી રાંચી પહોંચ્યા હતા. રાંચી પહોંચ્યા બાદ તેમણે માતૃભૂમિને સલામ કરી અને રક્ષાબંધનના દિવસે દેશની તમામ બહેનોના આશીર્વાદ લીધા હતા. તેમણે કહ્યું કે, મેં તાલિબાનોને જોયા છે... બબલું જે અફઘાનિસ્તાનથી પોતાના વતન પરત ફર્યા છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફસાયેલા બર્મોના બબલુ કુમાર સવારે 10 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે , ભારત સરકાર મને મદદ કરી છે, આ સાથે તાલિબાને એરપોર્ટની અંદર જવામાં મને મદદ કરી હતી.
Last Updated : Aug 23, 2021, 8:51 AM IST