રાજ્યસભામાં SPG સંશોધન બિલ પાસ, અમિત શાહે કોંગ્રેસને લીધી આડે હાથ - amit shah
નવી દિલ્હી: હાલ લોકસભા અને રાજ્યસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યા છે, થોડા સમય પહેલા પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં થયેલી ચૂકના મુદ્દાને પણ ધ્યાને રાખી સદનમાં ચર્ચા કરવામાં આવી હતી. SPG સંશોધન બિલ 2019 રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. આ બિલ લોકસભામાં અગાઉ પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં આ બિલ પર ચર્ચા દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર બરાબરના પ્રહારો કર્યા હતા.