કોરોના વાયરસનો કહેરઃ AIIMSના ડિરેક્ટરે કહ્યું, વુહાન પછી ઈરાનના નમૂનાની તપાસ કરી રહી છે AIIMS
નવી દિલ્હી: ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસ અત્યાર સુધીમાં 75 દેશોમાં ફેલાઈ ગયો છે, બીજી તરફ, ભારતમાં પણ આ વાયરસના 40 જેટલા કેસો નોંધાયા છે. આવી સ્થિતિમાં AIIMSએ વિદેશમાં વસતા ભારતીયોના સેમ્પલોનું પરીક્ષણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ ઉપરાંત કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે, અને તેને ફેલાતો કઈ રીતે અટકાવવો તે અંતર્ગતમાં ઈટીવી ભારત સાથે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એન્ડ સાયન્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ખાસ વાતચીત કરી હતી.