મહારાષ્ટ્રના મંડાવામાં બોટ પલટી, પ્રવાસીઓનો આબાદ બચાવ - બોટ પલટી
મુંબઇ: મહારાષ્ટ્રના અલીબાગમાં મંડાવાની નજીક એક બોટ પલટી છે. આ બોટમાં સવાર 88 પ્રવાસીનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે, બોટની ક્ષમતા 60થી 65 લોકોની હતી, પરંતુ બોટમાં 88 લોકો મુસાફરી કરી રહ્યાં હતાં, જેના કારણે બોટ પલટી ખાઇ ગઇ હતી. બોટ ગેટ-વે ઓફ ઈન્ડિયાથી માંડવા જઇ રહી હતી. પોલીસ અને બીજી બોટના બે કર્માચારીઓએ મળીને લોકોનો બચાવ્યા કર્યો હતો.