ગુજરાત

gujarat

ETV Bharat / videos

આજની પ્રેરણા - આજની પ્રેરણા

By

Published : Jul 21, 2021, 6:50 AM IST

જેમને ભૌતિક લાભની ઇચ્છા નથી હોતી અને માત્ર પરમ ભગવાનમાં જ વ્યસ્ત રહે છે તેવા મનુષ્યો દ્વારા દિવ્ય શ્રદ્ધાથી થતી આ ત્રણ પ્રકારની તપસ્યાને સાત્વિક તપસ્યા કહેવામાં આવે છે. જે તપશ્ચર્ય દંભપૂર્વક તથા આદર, સમ્માન, સત્કાર તેમજ પૂજા કરવા માટે સંપન્ન કરવામાં આવે છે તે રાજસી કહેવાય છે. તે નથી કાયમી હોતા કે નથી શાશ્વત હોતા. તપસ્યા કે જે આત્મવિલોપન માટે અથવા બીજાને નષ્ટ કરવા અથવા નુકસાન પહોંચાડવા માટે મૂર્ખતાથી કરવામાં આવે છે, તેને તામસી કહેવામાં આવે છે. સતોગુણી લોકો દેવી-દેવતાઓની પૂજા કરે છે, રજોગુણી યક્ષો તેમજ રાક્ષસોની પૂજા કરે છે અને તમો ગુણી લોકો ભૂત અને આત્માઓની પૂજા કરે છે. યોગીઓ હંમેશાં બ્રહ્મની પ્રાપ્તિ માટે શાસ્ત્રીય પદ્ધતિ અનુસાર બલિદાન, દાન અને તપસ્યાની પ્રવૃત્તિઓ ઓમથી શરૂ કરે છે. જે દાન પ્રત્યુપકારની ભાવનાથી અથવા તો કર્મ ફળની ઈચ્છાથી અથવા તો અનિચ્છાથી કરવામાં આવે છ તે રજોગુણી કહેવામાં આવે છે. જે દાન કોઈ અયોગ્ય જગ્યાએ, અયોગ્ય સમયે, કોઈ અયોગ્ય વ્યક્તિને ધ્યાન અને આદર વિના જે દાન આપવામાં આવે છે તેને તામસી કહેવામાં આવે છે. શ્રદ્ધા વિના બલિદાન, દાન અથવા તપ સ્વરૂપે જે પણ કરવામાં આવે છે તે નશ્વર છે. તેને અસત કહેવામાં આવે છે અને આ જન્મમાં અને પછીના જન્મમાં બંનેમાં વ્યય થાય છે. યજ્ઞોમાં જ યજ્ઞ સાત્વિક છે. જે પરિણામની ઇચ્છા ન રાખતા લોકો દ્વારા કરવામાં આવતી ફરજને ધ્યાનમાં લઈને શાસ્ત્રોની સૂચના અનુસાર કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details